
દોસ્તો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે શેરશાહ દંપતીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં તેમના નજીકના મિત્રો અને સંબંધીઓ વચ્ચે લગ્ન કર્યા હતા.
કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં કરણ જોહરથી લઈને શાહિદ કપૂર અને ઈશા અંબાણી પણ પહોંચ્યા હતા. જો કે લગ્ન બાદ બી-ટાઉનનું આ નવું કપલ હજુ સુધી મીડિયાની સામે આવ્યું નથી.
આ દરમિયાન કિયારા અને સિદ્ધાર્થના લગ્નને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કિયારા અડવાણીએ પંજાબી અને સિંધી રિવાજોને વિદાય આપી હતી. પુત્રીને વિદાય આપતી વખતે કિયારાની માતા જીનીવીવ અને તેનો ભાઈ મિશાલ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
તો બીજી તરફ કિયારા પણ તેની વિદાય પર જોરથી રડવા લાગી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર કિયારાએ તેની વિદાય પર ઘણા આંસુ વહાવ્યા એટલું જ નહીં ત્યાં હાજર દરેક લોકો ભાવુક થઈ ગયા.
Leave a Reply