
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી બોયફ્રેન્ડ કેએલ રાહુલ સાથે લગ્ન કરવા તૈયાર છે એવું માનવામાં આવે છે કે 23 જાન્યુઆરીએ આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં લગ્નની વિધિઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે.
સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ તેમના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ઉજવણી કરી રહ્યાં છે. ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં કોકટેલ પાર્ટી, હલ્દી, મહેંદી, સંગીત સહિતની ઘણી ધાર્મિક વિધિઓ હશે.
આ પછી, બંને 23 જાન્યુઆરીએ લગ્ન કરશે તમને જણાવી દઈએ કે આ લગ્નમાં ફક્ત ખૂબ જ નજીકના સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસ પર સજાવટ જોવા મળી રહી છે તેમનો બંગલો રોશનીથી ઝગમગી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કપલના લગ્ન માટે સલમાન ખાન, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, જેકી શ્રોફ અને અક્ષય કુમારને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
Leave a Reply