
હાલમાં આપણે ક્રિકેટ જગતના શેન વોન વિષે વાત કરવાના છીએ આ સાથે બોલ્ડિંગમાં શેન વોનને કોઈ પણ એવી મેજિક ટ્રિક ન હતી કે શેન વોનને નહોતી આવડતી ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નનું શુક્રવારે નિધન થયું હતું.
શેન વોર્ન થાઈલેન્ડના કોહ સમુઈમાં હતો એવું માનવામાં આવે છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો 145 ટેસ્ટમાં 708 વિકેટ લેનાર વિશ્વના મહાન સ્પિનર શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગત આઘાતમાં છે તેણે 194 વનડેમાં 293 વિકેટ લીધી હતી. વોર્ને દુનિયાભરના બેટ્સમેનોને પોતાના બોલ પર ડાન્સ કરાવ્યા હતા.
તે પહેલીવાર 1993માં લાઇમલાઇટમાં આવ્યો હતો વોર્ને તેની છેલ્લી ટેસ્ટ મેચ 15 વર્ષ પહેલા રમી હતી પરંતુ લેગ-સ્પિનના રાજા દ્વારા ફેંકવામાં આવેલ આઇકોનિક બોલ ઓફ ધ સેન્ચ્યુરી આજે પણ ક્રિકેટ ચાહકોને યાદ છે શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 700 થી વધુ વિકેટ લેનાર વિશ્વનો એકમાત્ર લેગ સ્પિનર છે.
29 વર્ષ પહેલા વોર્ને માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીની ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન માઈક ગેટિંગને ક્લીન બોલ્ડ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતો વોર્ન દ્વારા ફેંકવામાં આવેલો જાદુઈ બોલ ગેટિંગના ઓફ સ્ટમ્પ સાથે અથડાવા માટે 90 ડિગ્રી તરફ વળ્યો હતો.
Leave a Reply