
ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મણિબહેન ચૌધરી 16 જાન્યુઆરીએ રિપોર્ટ મૂકીને સાંજે 6 વાગ્યે પોલીસ સ્ટેશનમાથી નીકળી હતી આ બાદ બનાસકાંઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી પોતાની મોટી બહેનને મેસેજ કર્યો હતો.
જેમાં તેણે જણાવ્યુ હતું કે હું મારી મરજીથી વિદેશ જાવ છું આ બાદ બહેન અને માતા પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો પરંતુ મણિબહેન ચૌધરીનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.
આ બાદ પરિવારજનો ડભોઈ પોલીસ સ્ટેશન પોહોચ્યા હતા અને પોલીસ મથકે અરજી કરી હતી આ બાદ પોલીસ અધિકારીઓએ ધ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને મોટા હબીપુરાના યુવક સદામ ગરસિયા પર ગુમ થઈ જતાં બંને સાથે ગુમ થયા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
વડોદરા પોલીસે વિવિધ ટીમો બનાવીને આની શોધખોળ શરૂ કરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને પાસે કોઈ પણ પાસપોર્ટ નથી પરંતુ બંનેએ 28 ડિસેમ્બરના રોજ મૈત્રી કરાર કર્યો હોવાનું સામે આવ્યું છે છેલ્લા 6 મહિનાથી યુવક અને મણિબહેન બંને એકબીજાથી પરિચિત હોવાનું પણ સામે આવ્યું છે.
આ બાદ આ બંને ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે મહિલા કોન્સ્ટેબલના પિતાએ જણાવ્યુ કે મારી પુત્રીના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા અને પતિ સાથે પણ મનમેધ હતી.
કોન્સ્ટેબલના પિતાનો આરોપ છે કે મારી પુત્રીને જાણમાં ફસાવીને આ કાવતરું ઘડવામાં આવ્યું છે હાલમાં આ લવ જેહાદ મામલે વધુ વિગતો સામે આવી નથી પરંતુ હાલમાં આની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Leave a Reply