પંચાયત સિરીઝની રિંકિ વિશે જાણો આ વાતો…

કોણ છે પંચાયતમાં જોવા મળેલી રિંકી ! રિયલ લાઈફમાં જોઈને નહીં હટે નજર
કોણ છે પંચાયતમાં જોવા મળેલી રિંકી ! રિયલ લાઈફમાં જોઈને નહીં હટે નજર

વર્ષ 2020માં એપ્રિલમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ પંચાયત તો તમને યાદ હશે જ.એક એન્જીનીયરની ડીગ્રી મેળવેલ યુવાન સરખી નોકરી ન મળવાના કારણે કંટાળીને એક ગામના પંચાયતમાં અધિકારીની નોકરી સ્વીકારી લે છે જે બાદ ગામના લોકો અને ગામના રિવાજ આદતો સમજવમાં પડતી તકલીફો.

અને તેના સંઘર્ષની આ કહાની વર્ષ 2020માં લોકોને ખૂબ જ પસંદ પડી હતી જો કે અમુક ફિલ્મોની જેમ જ આ સિરીઝ માં એક અભિનેત્રીની એન્ટ્રી પર સિરીઝની પહેલી સીઝન સમાપ્ત કરવામાં આવી હતી આ જ કારણ છે કે એટલી વેબ સિરીઝ વચ્ચે પણ લોકોમાં પાછલા કેટલાક સમયથી આ સિરીઝની રાહ જોવાતી હતી.

જો કે હાલમાં આ સિરીઝ નો બીજો ભાગ રિલીઝ થઈ ચૂક્યો છે હાલમાં આ સિરીઝ ને લોકો દ્વારા પસંદ કરવામાં પણ આવી રહી છે. જો કે આ સીઝન મા સૌથી વધુ આકર્ષણ બનેલી ગામના મુખીની દીકરી રિંકી ની વાત કરીએ તો આ અભિનેત્રીનું નામ સાનવિકા છે આ અભિનેત્રીએ પંચાયત વેબ સિરીઝ થી જ અભિનય ની શરૂઆત કરી છે.

જો કે હાલમાં તેના અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી પરંતુ આ અભિનેત્રીએ પહેલાં જ અભિનય થી લોકપ્રિયતા મેળવી છે વાત કરીએ પંચાયત વેબ સિરીઝ અંગે તો આ સિરીઝ ૨૦મેના રોજ રીલિઝ થવાની હતી પરંતુ લીક થઈ જવાને કારણે બે દિવસ પહેલાં જ રિલીઝ કરવામાં આવી હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*