
આજકાલ મોડર્ન યુગમાં લોકો શોખના ચક્કરમાં દરેક પ્રકારના પ્રાણીઓના માંસ અને પ્રાણીઓને પણ ખાતા તમે જોયા જ હશે તમે એ પણ જોયું હશે કે હોટલમાં અવારનવાર ગ્રાહકોના ખોરાક અંગે લાપરવાહી થતી હોય છે.
પણ શું તમે ક્યારેય એવું જોયું છે કે કોઈ ગ્રાહક હોટલમાં ખાસ ડિશ ખાવા ગયો હોય અને એ ડિશમાં મૂકેલું પ્રાણી ડિશ માથી ઉછળી પડ્યું હોય.
હાલમાં જ એક રેસ્ટોરન્ટનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં દેડકાની એક ખાસ રેસિપી ખાવા પહોંચેલા ગ્રાહકની ડિશ માથી આખો જીવતો દેડકો બહાર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર ચીનના સિચુઆન પ્રાંતની એક હોટલમાં દેડકાની એક ખાસ રેસિપી બનાવવમાં આવે છે જેમાં દેડકાનું માથું કાપી તેમાં મસાલો ભરવામાં આવે છે.
હાલમાં આ હોટલમાં પહોચેલા એક ગ્રાહકે આ ડિશનો ઓર્ડર આપ્યા બાદ ડિશ આવતા જ તેને ખાવા માટે ચમચી ઉઠાવી પરતું ગ્રાહક તે ટેસ્ટ કરે તે પહેલાં જ જીવતો દેડકો ડિશ માથી ઉછળીને બહાર પાડ્યો હતો.
માનવામાં આવી રહ્યું છે દેડકાને જ્યારે કાપવામાં આવ્યો તે સમયે જ તે જીવિત હતો તેમ છતાં તેને ફ્રાય કરીને ગ્રાહક ને આપવામાં આવ્યો હતો.
Leave a Reply