
સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસનાએ તાજેતરમાં ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા છે કે તેઓ તેમના પ્રથમ બાળકના માતાપિતા બનવાના છે. જે બાદ સેલેબ્સથી લઈને ફેન્સ સુધી બધાએ કપલને શુભેચ્છા પાઠવી હતી હવે રામચરણના પિતા પીઢ અભિનેતા ચિરંજીવીએ જણાવ્યું કે પહેલીવાર આ સમાચાર સાંભળ્યા પછી તેમને કેવું લાગ્યું અને તેમની પ્રતિક્રિયા શું હતી.
12 ડિસેમ્બરના રોજ, રામ ચરણ અને તેમની પત્ની ઉપાસનાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું, શ્રી હનુમાનજીના આશીર્વાદ સાથે અમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ઉપાસના અને રામ ચરણ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે.
પ્રેમ અને આભાર સુરેખા અને ચિરંજીવી કોનિડેલા શોભના અને અનિલ કામીનેની આ સાથે ચિરંજીવીએ આ સારા સમાચાર શેર કર્યા અને લખ્યું, હું આ સમાચાર શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.
તાજેતરમાં જ એક્ટર ચિરંજીવીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન વાત કરતા કહ્યું હતું કે અમે છ વર્ષથી વધુ સમયથી આ સમાચારની રાહ જોઈ હતી જાપાનથી પાછા આવ્યા પછી અમે બંનેએ બેસીને આ સારા સમાચાર શેર કર્યા આ મારા માટે સૌથી ખુશીની ક્ષણોમાંની એક હતી મારી આંખોમાં આંસુ હતા.
રામ ચરણ અને ઉપાસના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રેમી યુગલોમાંથી એક છે, બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા બીજી તરફ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2022માં રીલિઝ થયેલી રામચરણની ફિલ્મ ‘RRR’એ શાનદાર સફળતા મેળવી છે.
આ ફિલ્મે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો છે અભિનેતા રામચરણ તેની આગામી કામચલાઉ શીર્ષકવાળી ફિલ્મ Rc15 પર કામ કરી રહ્યો છે આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે.
Leave a Reply