પાકિસ્તાન તરફથી સામે આવ્યું મોટું નિવેદન ! મોહમ્મદ આમિર ટીમમાં વાપસી કરી શકે છે…

Mohammad Amir may return to the team

આગામી વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જોકે ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે કઠોર સ્પર્ધા જોવા માંગે છે. વર્લ્ડ કપમાં બંને દેશો વચ્ચેની સ્પર્ધા અલગ સ્તરની છે જો પાક ટીમ ભારત આવે છે તો તેનું ઝડપી બોલિંગ ડિપાર્ટમેન્ટ જોવા જેવું રહેશે.

ફાસ્ટ બોલિંગમાં પાક ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પાકિસ્તાન ટીમને ફાસ્ટ બોલિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે રિયાઝે કહ્યું કે પાકિસ્તાનની ટીમમાં શાહીન આફ્રિદી અને હરિસ રઉફ છે પરંતુ અન્ય ત્રણ જગ્યાઓ ખાલી છે હસન અલી શાહનવાઝ દહાની નસીમ શાહ મુહમ્મદ વસીમ જેવા બોલરો જગ્યાઓ માટે લડી રહ્યા છે મોહમ્મદ આમિર પણ ટીમમાં વાપસી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ આમીરે વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો આમિરે 2019 ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમ માટે રમ્યો હતો અને તેણે 17 વિકેટ લીધી હતી.

આ પછી, બોર્ડ સાથે ન હોવાને કારણે તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ફેરફાર કરવામાં આવ્યો છે રમીઝ રાજાના સ્થાને નજમ સેઠીને PCB અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રમીઝ રાજાને હટાવવા પર આમિરે ખુશી વ્યક્ત કરી હતી.

આ સિવાય તેણે નજમ સેઠીને અભિનંદન આપવા માટે ટ્વિટ પણ કર્યું હતું. પાકિસ્તાન ક્રિકેટમાં સેઠીના આગમનથી શું સુધારો આવે છે તે જોવાનું રહેશે. વર્લ્ડ કપ માટે જૂના નામો પર વિચાર કરવામાં આવશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન રહેશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*