
દોસ્તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઈને હાલમાં ખબર સામે આવી છે કે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નરને ક્લીન બોલિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો.
શમીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 400 વિકેટ પૂરી કરી લીધી છે. તે ભારત તરફથી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર 9મો બોલર બની ગયો છે આ વિકેટ સાથે શમી પણ એક ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.
મોહમ્મદ શમી 400 વિકેટ લઈને અનિલ કુંબલે, ઝહીર ખાન, કપિલ દેવ, હરભજન સિંહ જેવા દિગ્ગજ બોલરોની ક્લબમાં સામેલ થઈ ગયો છે જે તેની વિશેષ સિદ્ધિ છે કારણ કે ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે.
પરંતુ હવે શમીએ આ દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ ઉમેર્યું છે જણાવી દઈએ કે મોહમ્મદ શમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 વિકેટ લેનારો વિશ્વનો 56મો બોલર પણ બની ગયો છે.
Leave a Reply