માતા અને બહેને જાતે જ એમ્બ્યુલન્સમાં ચડાવ્યા ઋષભ પંથને, આવી રીતે દહેરાદૂનથી મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યા ઋષભ પંથને…

માતા અને બહેને જાતે જ એમ્બ્યુલન્સમાં ચડાવ્યા ઋષભ પંથને
માતા અને બહેને જાતે જ એમ્બ્યુલન્સમાં ચડાવ્યા ઋષભ પંથને

હાલમાં ઋષભ પંથને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ડકીમાં થયેલા અકસ્માત બાદ ક્રિકેટર ઋષભ પંતને હવે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે પંતના અકસ્માત બાદ તેમને પહેલા રૂરકી અને પછી દેહરાદૂનની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અહીં સ્થિતિ સુધર્યા પછી DDCA એ ઋષભ પંતને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો પંતને હવે લીલાવતી હોસ્પિટલમાં વધુ સારવાર આપવામાં આવશે મંગળવારે રિષભ પંતની માતા અને તેની બહેન પોતે તેને મેક્સ હોસ્પિટલથી જોલીગ્રાન્ટ એરપોર્ટ લઈ ગયા હતા.

અહીંથી પંતને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવશે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં પંતની સારવાર માટે ડૉક્ટરોની એક ટીમ બનાવવામાં આવી છે. પંતની માતા હવે તેમની સાથે અહીં રહેશે BCCIએ લિગામેન્ટ ફાટી જવાની સારવાર માટે આ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા કરી છે.

પંતને જમણા હાથના કાંડા અને પગના અંગૂઠામાં પણ ઈજા છે જેની સારવાર મુંબઈમાં જ કરવામાં આવશે બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે કે પંતની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને જો જરૂર પડશે તો તેને વિદેશ પણ મોકલી શકાય છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*