
ભારતીય ટીમે મુલાકાતી ટીમ ન્યુઝીલેન્ડને વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવા માટે તૈયાર છે. શ્રેણીની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે આ દરમિયાન પ્રથમ મેચની પૂર્વ સંધ્યાએ મહેન્દ્ર સિંહ ધોની પોતે સ્ટેડિયમ પહોંચ્યા અને બધાને ચોંકાવી દીધા.
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ ભારતના સફળ કેપ્ટનોમાંના એક ધોનીને મળતા જોવા મળે છે વીડિયોને શેર કરતા કેપ્શન લખ્યું હતું કે જુઓ રાંચીમાં ટ્રેનિંગ દરમિયાન અમને કોણ મળવા આવ્યું છે ધ ગ્રેટ એમએસ ધોની.
વીડિયોમાં હાર્દિક પંડ્યા એમએસ ધોની સાથે વાતચીત કરતા જોઈ શકાય છે. આ સિવાય ધોની ઈશાન કિશન અને વોશિંગ્ટન સુંદર સાથે પણ વાત કરે છે. તે જ સમયે, અનુભવી ક્રિકેટર અન્ય સ્ટાફને પણ મળે છે. આ વીડિયો જોતા જ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો.
ફેન્સને ધોનીની ગેચસર ખૂબ જ પસંદ છે. આ અંગે તેઓએ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી હતી. એક ચાહકે કહ્યું કે માહી ભાઈએ ખેલાડીઓને ટ્રેનિંગ આપવી જોઈએ કેટલાક ચાહકોએ કહ્યું કે ધોની જેવી નેતાગીરીની ગુણવત્તા હાર્દિક પંડ્યામાં જોવા મળે છે.
Leave a Reply