
દોસ્તો ક્રિકેટને અલવિદા કર્યા બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની હંમેશા કંઈક નવું કરતા જોવા મળે છે આ દરમિયાન ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ રહ્યો છે.
જેમાં તે ટ્રેક્ટર ચલાવીને ખેતર ખેડતો જોવા મળે છે જેનો વીડિયો તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે ખેતરોમાં ટ્રેક્ટર ચલાવવાનો વીડિયો શેર કરતી વખતે ધોનીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું કે કંઈક નવું શીખવાની અને કરવાની મજા આવી પરંતુ કામ પૂરું કરવામાં ઘણો સમય લાગ્યો.
જેમ તમે જાણો છો કે ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને હાલમાં તે માત્ર IPL રમી રહ્યો છે ધોની સોશિયલ મીડિયા પર ખૂબ ઓછો એક્ટિવ રહે છે.
લાંબા સમય બાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. અગાઉ, તેણે 8 જાન્યુઆરી, 2021 ના રોજ એક વીડિયો શેર કર્યો હતો તે પણ તેના ફાર્મહાઉસમાંથી શેર કર્યો હતો.
Leave a Reply