
ડ્રામા ક્વીન રાખી સાવંત વિશે આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા જ રાખી સાવંતની અંબોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
રાખી આજે બપોરે 3 વાગ્યે તેની ડાન્સ એકેડમી શરૂ કરવાની હતી જ્યાં તેણે તેના પતિ આદિલ ખાન દુર્રાની સાથે ભાગીદારી કરી હતી રાખી સાવંતની ગુરુવારે 19 જાન્યુઆરી શર્લિન ચોપરા દ્વારા ગત વર્ષે કરવામાં આવેલી એફઆઈઆરના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈ પોલીસે જણાવ્યું કે ચોપરાની ફરિયાદ પર રાખી સાવંત વિરુદ્ધ આઈપીસી અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ફરિયાદીનો આરોપ છે કે તેણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચોપરાનો વાંધાજનક વીડિયો બતાવ્યો હતો અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
Leave a Reply