
એ તો તમે જાણતા હશો કે થોડા મહિનાઓ પહેલાં કોગ્રેસ પાર્ટીની કારમી હારને કારણે ચર્ચામાં આવેલા નવજોત સિંહ સિદ્ધુ હાલમાં તેમના એક ૩૩ વર્ષ જૂના કોર્ટ કેસને કારણે ચર્ચામાં આવ્યા છે.હાલમાં આ વર્ષો જૂના કેસમાં તેમને 1 વર્ષની સજા થઈ હોવાનું સામે આવ્યું છે.
હાઇકોર્ટ ની 3 વર્ષની સજામાં બદલાવ કરતા સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સજા સંભળાવ્યા બાદ ગઇકાલે જ નવજોત સિંહ સિદ્ધુ એ સરેન્ડર કર્યું હતું.ખબર અનુસાર ૩ દાયકા જૂના કેસમાં એક વર્ષની સજા મેળવનારા નવજોત સિંહ સિદ્ધુ આજે પટિયાલા કોર્ટમાં સરેન્ડર કરવા ન પહોંચતા તેમને સુપ્રીમ કોર્ટ માં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે અમુક અઠવાડિયાનો સમય માંગ્યો હતો.
સિદ્ધુએ પોતાની ખરાબ તબિયતનો હવાલો આપ્યો હતો જો કે કોર્ટે ગઈ કાલે જ આ અરજી નામંજૂર કરી હતી જેને કારણે નવજોત સિંહ સિદ્ધુ એ ગઇકાલે કોર્ટમાં સરેન્ડર કરવું પડ્યું છે.આ કેસ અંગે સામે આવેલી માહિતી અનુસાર નવજોત સિંહ સિદ્ધુએ પટિયાલા કોર્ટમાં સરેન્ડર કરતા જ ગઇકાલે તેમને કેદી નંબર અને જેલના કપડા પણ આવી દેવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર નવજોત સિંહ સિદ્ધુ ને 241383 નંબર આપ્યો છે સાથે જ બે ત્રણ જોડી કપડાં પણ આપ્યા છે જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુની જેલમાં એક ખુરશી પલંગ ટેબલ અને મચ્છરદાની આપવામાં આવી છે જો કે વાત કરીએ જેલમાં તેમના જમવાની તો પહેલાં દિવસે તેમને જેલમાં કઈ જ ખાધું નથી કારણ કે તેમને ઘઉં ખાવાની મનાઈ છે.
Leave a Reply