
પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ નું નામ આજે કોઈથી અજાણ્યું નથી ક્રિકેટના ચાહકો તેમને ક્રિકેટર તરીકે ઓળખે છે તો કેટલાક લોકો તેમને કપિલ શર્મા શોમા જજ તરીકે નવજોત સિંહ સિદ્ધુ હંમેશા તેમની શાયરી ને કારણે ચર્ચામાં રહ્યા છે જો કે થોડા થોડા મહિનાઓ પહેલાં કોગ્રેસ પાર્ટીની કારમી હારને કારણે ચર્ચામાં આવેલા.
નવજોત સિંહ સિદ્ધુ હાલમાં તેમના એક 33 વર્ષ જૂના કોર્ટ કેસને કારણે ચર્ચામાં આવ્યા છે હાલમાં આ વર્ષો જૂના કેસમાં તેમને 1 વર્ષની સજા થઈ હોવાનું સામે આવ્યું છે જો કે ગઇકાલે હાઇકોર્ટ ની ૩ વર્ષની સજામાં બદલાવ કરતા સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સજા સંભળાવ્યા બાદ લોકોના મનમાં હતું કે સિદ્ધુ સરેન્ડર કરશે.
પરંતુ હાલમાં સામે આવેલી ખબર અનુસાર નવજોત સિંહ સિદ્ધુ એ સરેન્ડર માટે કોર્ટ પાસે સમય માંગ્યો છે ખબર અનુસાર 3 દાયકા જૂના કેસમાં એક વર્ષની સજા મેળવનારા નવજોત સિંહ સિદ્ધુ આજે પટિયાલા કોર્ટમાં સરેન્ડર કરવા ન પહોંચતા તેમને સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે અમુક અઠવાડિયાનો સમય માંગ્યો હતો.
સિદ્ધુએ પોતાની ખરાબ તબિયતનો હવાલો આપ્યો હતો એટલું જ નહિ તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ એનવી રમન પાસેથી અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી જો કે મુખ્ય ન્યાયાધીશે વહેલી સુનાવણીનો ઇનકાર કર્યો હોવાથી નવજોત સિંહ સિદ્ધુ એ હવે જલ્દી સરેન્ડર કરવું પડી શકે છે.
Leave a Reply