
નવાઝુદ્દીન સિદ્દીકીની ગણતરી બોલિવૂડના જાણીતા કલાકારોમાં થાય છે. તેની શાર્પ એક્ટિંગને કારણે સિનેપ્રેમીઓ તેને પસંદ કરે છે નવાઝુદ્દીન સિદ્દીકીએ હવે શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે કામ અને શૂટિંગ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે આ સાથે તેણે એ પણ જણાવ્યું છે કે બંને સાથે કામ કરવામાં શું તફાવત છે.
નવાઝુદ્દીન સિદ્દીકીએ શાહરૂખ ખાન સાથે રઈસ અને સલમાન ખાન સાથે બજરંગી ભાઈજાનમાં કામ કર્યું છે બંને ફિલ્મો લોકોને પસંદ આવી છે ઈ-ટાઇમ્સ સાથે વાત કરતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે શાહરૂખ ખાન અને સલમાન ખાન બંને સાથે કામ કરવાનો અનુભવ સાવ અલગ છે.
નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે શાહરૂખ ખાન રિહર્સલમાં વિશ્વાસ કરે છે અને તે રિહર્સલનો મોકો આપે છે. જો આખી ટીમને લાગ્યું કે આ સીન રી-શૂટ કરવો જોઈએ તો તેને રી-શૂટ કરવામાં આવ્યો નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે બંને સાથે કામ કરવું ખૂબ જ અલગ છે.
સલમાન ખાન વિશે વાત કરતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું સલમાન ખાન દિલથી ઘણો સારો છે તે એક અભિનેતા તરીકે પણ એટલા સારા છે કે તે તેના શ્રેષ્ઠ સંવાદો પણ તમને આપે છે તે કેમેરા સામે કહેશે કે લે યે ડાયલોગ તુ બોલ લે યાર મારા ભાઈ સાથે કામ કરવાની ઘણી મજા આવે છે.
Leave a Reply