અભિનેત્રી નીના ગુપ્તાની દિકરી મસાબા ગુપ્તા એ કર્યા લગ્ન, જાણો તેમનો દુલ્હો મિયાં કોણ છે…

Neena Gupta's daughter Masaba Gupta got married

બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી અને ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાએ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા છે મસાબા અને સત્યદીપ બંનેના આ બીજા લગ્ન છે. આ કપલે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને લગ્નની જાહેરાત કરી છે.

આવો જાણીએ કોણ છે સત્યદીપ મિશ્રા. સત્યદીપ મિશ્રા એક્ટર છે તે છેલ્લે વિક્રમ વેધમાં જોવા મળ્યો હતો આ ફિલ્મમાં હૃતિક રોશન અને સૈફ અલી ખાન લીડ રોલમાં હતા નો વન કિલ્ડ જેસિકામાં તેના અભિનય માટે તેને ઘણી પ્રશંસા મળી હતી સત્યદીપ મિશ્રા બોમ્બે વેલ્વેટ ‘લવ બ્રેકઅપ ઝિંદગી ફોબિયા’ સહિત ઘણી વધુ ફિલ્મોમાં જોવા મળ્યો છે.

મસાબા ગુપ્તા સાથે લગ્ન કરતા પહેલા સત્યદીપ મિશ્રાએ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સાથે પણ લગ્ન કર્યા હતા. સત્યદીપે 2009માં અદિતિ સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2013માં બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.

મસાબા ગુપ્તાએ પણ વર્ષ 2015માં પ્રખ્યાત નિર્માતા મધુ મન્ટેના સાથે લગ્ન કરી લીધા હતા જોકે વર્ષ 2019માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા સત્યદીપ નેટફ્લિક્સ સિરીઝ ‘મસાબા મસાબા’માં મસાબાના પૂર્વ પતિ તરીકે દેખાયો હતો.

આ દરમિયાન બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. તેઓએ તેમના સંબંધોને ખૂબ જ ખાનગી રાખ્યા હતા, જોકે તેઓએ સોશિયલ મીડિયા પર ઘણા સંકેતો પણ શેર કર્યા હતા આ કપલે આખરે લગ્ન કરી લીધા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*