
ચીનની ઘટતી વસ્તીને જોતા સિચુઆન પ્રાંતના આરોગ્ય અધિકારીઓએ નવો નિયમ લાગુ કર્યો છે રાજ્યના લોકો હવે લગ્ન વિના પણ સંતાન પ્રાપ્ત કરી શકશે બાળકોની સંખ્યા અંગે સરકાર દ્વારા કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
અપરિણીત યુગલને પણ તે તમામ સુવિધાઓ મળશે જે પરિણીત યુગલને સંતાન પ્રાપ્તિ માટે મળે છે સિચુઆન પ્રાંતના આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે બેઇજિંગ ઘટી રહેલા જન્મ દરને ઘટાડવાના પ્રયાસો શરૂ કરી રહ્યું છે અને તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે સિચુઆન ચીનનો પાંચમો સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત છે સરકારી આંકડાઓને ટાંકીને, રોઇટર્સે અહેવાલ આપ્યો કે સિચુઆન પ્રાંત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની દ્રષ્ટિએ સાતમા ક્રમે છે.
આ પહેલા સિચુઆનમાં માત્ર પરિણીત મહિલાઓને જ કાયદેસર રીતે બાળકને જન્મ આપવાની મંજૂરી હતી. જો કે, હવે આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે પ્રાંતમાં તાજેતરના વર્ષોમાં લગ્ન અને જન્મદર બંનેમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે.
2019 માં, સત્તાવાળાઓએ બાળકો મેળવવા ઇચ્છતા અપરિણીત લોકોને સમાવવા માટે નિયમોમાં પણ ફેરફાર કર્યો હતો. નવા નિયમો 15 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે.
નવા નિયમો હેઠળ, પરિણીત યુગલો અથવા અપરિણીત કપલ અથવા કોઈપણ બાળકો ઇચ્છતા હોય તેમને પ્રાંત અધિકારીઓ સાથે નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવશે. નોંધણી કરાવ્યા પછી તેઓ ઈચ્છે તેટલા બાળકો કરી શકે છે.
Leave a Reply