ટીમ ઈન્ડિયા માટે ન્યુઝીલેન્ડ બન્યું માથાનો દુખાવો ! ક્રિકેટની જેમ હોકીમાં પણ આપ્યું ક્યારેય ના ભુલાય એવું દુખ…

New Zealand became a headache for Team India

રવિવારે ક્રોસઓવર મેચમાં ન્યુઝીલેન્ડ સામે પેનલ્ટી શૂટ-આઉટમાં 4-5થી પાછળ રહીને ભારત FIH મેન્સ હોકી વર્લ્ડ કપમાં ટાઇટલની રેસમાંથી બહાર થઈ ગયું નિયમિત સમયમાં મેચ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.

વિશ્વમાં છઠ્ઠા ક્રમે રહેલી ભારતીય ટીમ પોતાના સ્તર પ્રમાણે પ્રદર્શન કરી શકી ન હતી અને પ્રથમ હાફમાં 2-0ની લીડ લીધા બાદ ન્યુઝીલેન્ડને વાપસી કરવાની તક આપી હતી ભારત તરફથી લલિત ઉપાધ્યાય (17મી મિનિટ), સુખજીત સિંહ (24મી) અને વરુણ કુમાર (40મી મિનિટે) એ ગોલ કર્યા હતા.

ન્યૂઝીલેન્ડ માટે સેમ લેને (28માં) ફિલ્ડ ગોલ કર્યો જ્યારે કેન રસેલ (43માં) અને સીન ફિન્ડલે (49મા)એ પેનલ્ટી કોર્નરને રૂપાંતરિત કર્યો વર્તમાન વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમ હવે ક્વાર્ટર ફાઇનલમાં ન્યુઝીલેન્ડને પડકારશે.ભારતે છેલ્લે 1973માં હોકી વર્લ્ડ કપ જીત્યો હતો.

ત્યારપછી ટીમ એક વખત પણ ફાઈનલ કે સેમીફાઈનલમાં પહોંચી શકી નથી. 2018માં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે યોજાયેલી ટૂર્નામેન્ટમાં છઠ્ઠા નંબર પર હતી. તે વખતે ટીમ ગ્રૂપ રાઉન્ડમાં ટોચ પર રહી અને સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી.

પરંતુ ત્યાં ટીમ નેધરલેન્ડ સામે લીડ લીધા બાદ પણ 2-1થી મેચ હારી ગઈ હતી.ન્યુઝીલેન્ડે હોકીની જેમ ક્રિકેટમાં ભારતનું સપનું તોડી નાખ્યું છે. 2019 ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા જોરદાર રમત બતાવી રહી હતી.

પરંતુ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયા 2021માં રમાયેલી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી. આ સિવાય 2021 T20 વર્લ્ડ કપના ગ્રુપ રાઉન્ડમાં ન્યુઝીલેન્ડ સામે હારવાથી ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઈ ગઈ હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*