
ઈન્ડિયાના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. 67 વર્ષીય દાઉદની બહેન હસીના પારકરના પુત્રએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે તેણે જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યા છે. આ નિવેદન હસીના પારકરના પુત્ર અલી શાહે સપ્ટેમ્બર 2022માં આપ્યું હતું તે હવે જાહેર થયું છે.
દાઉદ એક ભાગેડુ છે જે પાકિસ્તાનના કરાચીમાં રહે છે 12 માર્ચ 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટો બાદ દાઉદ ઈબ્રાહિમ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી બન્યો હતો NIAએ દાઉદ પર 25 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ તેના પર ઈનામની જાહેરાત કરી છે.
જો અહેવાલોનું માનીએ તો, હસીના પારકરના પુત્ર અલી શાહના નિવેદન અનુસાર, દાઉદ ઈબ્રાહિમે હજુ સુધી તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા નથી. જણાવી દઈએ કે NIA દાઉદના સામ્રાજ્યને ધ્વસ્ત કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે.
ગત દિવસોમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દાઉદ ઈબ્રાહિમના આતંકવાદી નેટવર્કના સંબંધમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ આ મામલામાં કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલી શાહે NIAને જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમે તેની પહેલી પત્ની મેહજબીન શેખને હજુ સુધી તલાક આપ્યા નથી. શાહના મતે, દાઉદના બીજા લગ્ન પણ તપાસ એજન્સીઓનું ધ્યાન મહેજબીન પરથી હટાવવાનું ષડયંત્ર હોઈ શકે છે.
અલી શાહના નિવેદન મુજ તે પોતે જુલાઈ 2022માં દુબઈમાં દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની એટલે કે મહેજબીન શેખને મળ્યો હતો ત્યાં તેણે દાઉદના બીજા લગ્ન વિશે જણાવ્યું. અલી શાહનો દાવો છે કે મહેજબીન શેખ ભારતમાં દાઉદના સંબંધીઓ સાથે વોટ્સએપ કોલ દ્વારા સંપર્કમાં રહે છે.
Leave a Reply