
હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં અંબાણી પરિવાર સગાઈની ખુશી મનાવતો જોઈ શકાય છે. આ વીડિયો જોયા પછી તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં મુકેશ અંબાણી પણ ડાન્સ કરતા જોઈ શકાય છે.
અંબાણી પરિવારે ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીની સગાઈ પર ડાન્સ શો પણ યોજ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ તેમના મુંબઈના ઘરે સગાઈ કરી લીધી છે.
આ ડાન્સ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયોમાં મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી, તેની પત્ની શ્લોકા મહેતા અને પુત્રી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ પણ જોવા મળ્યા હતા.
હમ આપકે હૈ કૌન’ના ગીત ‘વાહ વાહ રામજી’ પર બધાએ ડાન્સ કર્યો હતો વીડિયો જોયા બાદ બધાની નજર મુકેશ અંબાણી અને નીતા અંબાણી પર હતી.
Leave a Reply