કો!રોના બાદ ભારતમાં નોરોવા!યરસનું ટેન્શન, 19 વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો આ રો!ગ, જાણો તેના લક્ષણો…

Norovirus strain in India after Corona

ભલે દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ હજુ પણ કોરોનાના કેસ મળી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે કેરળમાં નવા વાયરસના સંક્રમણથી સરકારની સાથે સાથે લોકોનું પણ ટેન્શન વધી ગયું છે કારણ કે રાજ્યના 19 વિદ્યાર્થીઓ આ રોગચાળાને કારણે સંક્રમિત જોવા મળ્યા છે. જેઓ સારવાર હેઠળ છે અને ખતરાની બહાર છે.

જોકે આ વાયરસ અગાઉ ગયા વર્ષે જૂનમાં દક્ષિણ રાજ્યમાં દસ્તક આપી ચૂક્યો હતો. જ્યારે નોરોવાયરસનો પહેલો કેસ જૂન 2021માં સામે આવ્યો હતો. જ્યારે અલપ્પુઝા અને આસપાસની નગરપાલિકાઓમાં તીવ્ર ઝાડા રોગોના 950 કેસ વાયરસ સાથે જોડાયેલા હતા.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) મુજબ, વૈશ્વિક સ્તરે દર વર્ષે નોરોવાઈરસના અંદાજિત 685 મિલિયન કેસ નોંધાય છે જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના 200 મિલિયન બાળકોનો સમાવેશ થાય છે.

નોરોવાઈરસ એક અત્યંત ચેપી વાયરસ છે નોરોવાયરસને શિયાળુ ઉલટી બગ તરીકે પણ ઓળખવામાં આવે છે.નોવોવાયરસ ચેપમાં, વ્યક્તિને ગંભીર ઉલ્ટી અને ઝાડા થાય છે ઘણા લોકો નોરોવાયરસને ‘પેટ ફ્લૂ’ તરીકે પણ ઓળખે છે.

જો કે, તેને ફ્લૂ અથવા ઈન્ફલ્યુએન્ઝા સાથે કોઈ સંબંધ નથી. તે એક સંક્રમિત વ્યક્તિથી બીજા વ્યક્તિના સંપર્કમાં ઝડપથી ફેલાય છે આ ઉપરાંત, તે દૂષિત ખોરાક દ્વારા પણ ફેલાય છે આ ચેપી વાયરસની અસર બે દિવસથી 6 દિવસ સુધી રહે છે.

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર નોરોવાયરસ માટે કોઈ ચોક્કસ સારવાર નથી. આ ઈન્ફેક્શનમાં ડોક્ટર્સ દર્દીને વધુને વધુ લિક્વિડ લેવાની સલાહ આપે છે આ રોગમાં શરીરમાં પાણીની ઉણપને રોકવા પર ભાર મૂકવામાં આવે છે આ સિવાય આરામ કરવાની સલાહ આપવામાં આવે છે આ સાથે જ એવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે જે સરળતાથી પચી શકે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*