
ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલી નેતા નુપુર શર્માને હથિયાર રાખવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે નૂપુર શર્માએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને બંદૂકના લાયસન્સ માટે અરજી કરી હતી. તમને જણાવી દઈએ કે પયગંબર મોહમ્મદ પરના વિવાદિત નિવેદન બાદ તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી.
વાસ્તવમાં, 26 મે 2022ના રોજ એક ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનો લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો.
ઘણી જગ્યાએ હિંસક દેખાવો થયા હતા અને નુપુર શર્માની ધરપકડની માંગ કરવામાં આવી હતી. આ સાથે માથું કાપી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. વધતા વિરોધને જોતા ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
નુપુર શર્મા વિરુદ્ધ અનેક રાજ્યોમાં કેસ પણ નોંધાયા હતા. ઘણા મુસ્લિમ દેશોએ પણ નૂપુરના નિવેદનની નિંદા કરી હતી જોકે, વિવાદ વધ્યા બાદ નૂપુરે માફી માંગી હતી. રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલ અને પુણેમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની પણ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ હત્યા કરવામાં આવી હતી.
નુપુર શર્માને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે તેની ધરપકડ પર રોક લગાવી દીધી છે, તેની સાથે જ તેની સામે દેશભરમાં દાખલ કેસને પણ એક જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.
Leave a Reply