
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતનુ નામ આજે કોઈથી અજાણ્યું નથી. આ એક એવી અભિનેત્રી છે જેને બોલીવુડમાં રહીને બોલીવુડમાં થતા ભેદભાવનો ખુલાસો કર્યો છે જો કે બોલીવુડમાં કલાકારોના સંતાનો તેમજ બહારથી આવતા કલાકારો વચ્ચે થતા ભેદભાવ એ કંગનાનો મુખ્ય મુદ્દો રહ્યો છે.
વર્ષ 2020મા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી શરૂ કરાયેલા આ મુદ્દા પર કંગના અવારનવાર વાત કરતી જોવા મળતી હોય છે હાલમાં પણ પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન કંગનાએ બોલીવુડ કલાકારોના સંતાનો પર નિશાન સાધ્યું છે હાલમાં જ એક મીડીયા ઇન્ટરવ્યૂ દરમિયાન કંગનાએ સાઉથ ફિલ્મોના વખાણ કર્યા હતા.
કંગનાએ કહ્યું કે હાલમાં કન્નડ અને તેલુગુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે સાથે જ બોલીવુડ અંગે વાત કરતા તેને કહ્યું કે સાઉથના કલાકારોનો તેમના દર્શકો સાથે જે સંબંધ છે તે જ તેમને સફળ બનાવે છે બોલીવુડ કલાકારોના સંતાનો વિદેશમાં ભણી હોલીવુડની ફિલ્મ જોવે છે અંગ્રેજીમાં વાત કરે છે કાંટા ચમચી થી ખાવા ખાય છે.
વિદેશમાં રહી એ લોકોનો દેખાવ પણ એવો થઈ ગયો હોય છે જેને કારણે અહીંના લોકો તેમની સાથે જોડાઈ નથી શકતા આ લોકો બાફેલા ઈંડા જેવા લાગતા હોય છે જો કે કંગનાએ સ્પષ્ટ કહ્યું કે આ વાતોથી મારો ઈરાદો કોઈને ટ્રોલ કરવાનો નથી.વધુમાં કંગનાએ કહ્યું પુષ્પા ફિલ્મના અલ્લુ અર્જુનને જ જોઈ લો એક મજુર જેવો દેખાય છે અને લોકો તેની સાથે જોડાય શકે છે. આપણો કયો અભિનેતા મજૂર જેવો દેખાય છે.
Leave a Reply