
ગુજરાતમાં દિવસને દિવસે અનેક પ્રકારના અકસ્માતની ઘટનાઓ સામે આવે છે ત્યારે હાલમાં પાંચ પીપડા નજીક શનિવારે ટ્રક ચાલકે ઇકોને ટક્કર મારતા બંને ભાઈઓએ દુનિયાને અલવિદા કહ્યું હતું.
આ ઘટનામાં ખીમ્મત ગામના બંને ભાઈઓ ઘરેથી ઇકોમાં ગેસ નાખવીને આવીએ તેમ કહીને ગયા હતા આ દરમિયાન ખીમ્મ્ત તરફથી આવતા ટ્રક ચાલકે ઇકોને ટક્કર મારી હતી આના કારણે ઇકોના ડ્રાઈવર અને બાજુમાં બેઠેલા ભાઇનું અવસાન થયું હતું.
આ ઘટનાને કારણે આખા પરિવારમાં શોગનો માહોલ છવાઈ ગયો છે હાલમાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોદધિ ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
બંને મૃતક યુવાનો ધાનેરા તાલુકાનાં ખીમ્મત ગામના રહેવાસી છે જેઓ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમણે સંતનમાં બે દીકરા અને દીકરી છે આ દરમિયાન અવસાન થતાં ઘરમાં દુખનો માહોલ છવાઈ ગયો છે.
Leave a Reply