
હાલમાં આપણે એક એવા અજીબ ગામડા વિષે વાત કરવાના છીએ કે જ્યાં રાત હોય કે દિવસ ત્યાં ક્યારેય પણ તાળું મરવામાં આવતું નથી મહારાષ્ટ્રમાં એક એવું ગામ છે જ્યાં બેંકની શાખાને ક્યારેય તાળું લાગતું નથી આમ છતાં ત્યાં ક્યારેય ચોરી થતી નથી.
આટલું જ નહીં જે ગામમાં આ બેંક આવેલી છે ત્યાં પણ એક પણ ઘરમાં તાળું નથી અહીં લોકો ઘરોમાં દરવાજા નથી બનાવતા અહીંના લોકોનું માનવું છે કે શનિદેવ સ્વયં આ ગામની રક્ષા કરે છે કદાચ તમે સમજી જ ગયા હશો કે અમે મહારાષ્ટ્રના કયા ગામની વાત કરી રહ્યા છીએ.
અહીં અમે વાત કરી રહ્યા છીએ શનિ શિંગણાપુરની જેમની સમગ્ર દેશ અને દુનિયા શનિધામ તરીકે ઓળખાય છે આ મુદ્દે જ્યારે નવભારત ટાઈમ્સ ઓનલાઈનની ટીમે શનિ શિંગણાપુરની યુકો બેંકના એકમાત્ર મેનેજર રાહુલ લેકુરકર સાથે વાત કરી.
તેમણે કહ્યું કે આખા ગામમાં એવી માન્યતા છે કે શનિદેવ સ્વયં આ ગામની રક્ષા કરે છે આથી અહીં તાળાબંધીનો પ્રશ્ન જ ઊભો થતો નથી આ અંગે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે અને તેમની પરવાનગી વિના અહીં તાળું લગાવવામાં આવતું નથી.
Leave a Reply