ઓસ્કાર એવોર્ડ 2023માં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે બનાવી મોટી જગ્યા, આટલી ફિલ્મોનો થયો સમાવેશ…

ઓસ્કાર એવોર્ડ 2023માં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે બનાવી મોટી જગ્યા
ઓસ્કાર એવોર્ડ 2023માં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે બનાવી મોટી જગ્યા

હાલમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઓસ્કાર 2023 એ તેની નોમિનેશન લિસ્ટ બહાર પાડી છે, જેમાં ભારતની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી છે આ સૂચિમાં એવી ફિલ્મો છે જે સત્તાવાર રીતે અલગ-અલગ શૈલીમાં એકબીજા સામે સ્પર્ધા કરી શકે છે.

પરંતુ આ સૂચિમાં માત્ર સમાવેશ એ બાંયધરી આપતું નથી કે ફિલ્મ એકેડેમી પુરસ્કારોની અંતિમ યાદીમાં સ્થાન મેળવશે તમને જણાવી દઈએ કે અંતિમ યાદી 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે તાજેતરમાં એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ઓસ્કાર માટે લાયક 301 ફીચર ફિલ્મોની યાદી બહાર પાડી છે.

અને ભારતીય ફિલ્મોએ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે આ યાદીમાં એસએસ રાજામૌલીની RRR સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ અને રિષભ શેટ્ટીની કંતારાનો સમાવેશ થાય છે.

એટલું જ નહીં ગુજરાતી ફિલ્મ ચેલો શો પણ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે ભારતનો વર્ષોથી ઓસ્કાર નોમિનેશનનો લાંબો ઈતિહાસ રહ્યો છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*