
કેન્દ્ર સરકારે નવા સંસદ ભવનનો લેઆઉટ અને અંદરની નવી તસવીરો જાહેર કરી છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ તસવીરો જોઈને તમે ખુશ થઈ જશો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
અને આ વર્ષે માર્ચમાં તેનું ઉદ્ઘાટન થવાની સંભાવના છે અગાઉ એવી અટકળો હતી કે સંસદનું બજેટ સત્ર નવા સંસદ ભવનમાં યોજાઈ શકે છે, પરંતુ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું અને કહ્યું કે નવી ઇમારતનું નિર્માણ હજુ ચાલુ છે.
નવી સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટનો એક ભાગ, ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે તેમાં મોટો હોલ લાયબ્રેરી, પૂરતી પાર્કિંગ જગ્યા અને કમિટી રૂમ છે હોલ અને ઓફિસ રૂમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
લોટસ થીમ પર તૈયાર કરાયેલ રાજ્યસભા હોલની ક્ષમતા 384 બેઠકો છે નવી સંસદ ભવનનું નિર્માણ લગભગ 65,000 ચોરસ મીટર વિસ્તારમાં થઈ રહ્યું છે.
Leave a Reply