રીલ બનાવીને ફેમસ બનેલી પાકિસ્તાની યુવતી આયેશાનો લીલો ડ્રેસ આટલા લાખમાં વેચાઈ રહ્યો છે…

Pakistani girl Ayesha became famous by making a reel

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ગીત ખૂબ વાયરલ થઈ રહ્યું છે સમગ્ર વિશ્વમાં લોકો સોશિયલ મીડિયા પર એક જ ગીત પર તેમના વીડિયો બનાવી રહ્યા છે અને પોસ્ટ કરી રહ્યા છે આ ગીત સૌથી પહેલા પાકિસ્તાનની રહેવાસી આયેશાએ કમ્પોઝ કર્યું હતું જે બાદ આયશાનો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દબદબો છે.

તે વાયરલ વીડિયોમાં આયેશા એક મિત્રના લગ્નમાં ડાન્સ કરતી જોવા મળી હતી. વીડિયોમાં તે લતા મંગેશકરના જૂના ગીત મેરા દિલ યે પુકારે આજા પર ડાન્સ કરતી જોવા મળી હતી આ ગીત પર પરફોર્મ કરતી વખતે તેનો વીડિયો લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. આયેશા થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી.

હવે ફરી એકવાર આયેશા સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે કારણ એ છે કે આયેશા પછી તેણે આ જ કુર્તી પહેરીને વીડિયો બનાવ્યો હતો. ‘મેરા દિલ યે પુકારે આજા ગીતના પોતાના ડાન્સ વીડિયોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવનારી પાકિસ્તાની છોકરી આયેશા તેની વાયરલ ગ્રીન કુર્તીની હરાજી કરી રહી છે આયશાએ આ ડ્રેસની કિંમત 3 લાખ રૂપિયા રાખી છે.

જો તમને તેનો આ ડ્રેસ જોઈતો હોય તો તમારે 3 લાખ રૂપિયા ખર્ચવા પડશે પીપલ મેગેઝીન પાકિસ્તાને આ સમાચાર પ્રકાશિત કર્યા છે
આયશાએ આ ડ્રેસ તેના મિત્રના લગ્નના એક ફંક્શનમાં પહેર્યો હતો અને લતા મંગેશકરના ગીત મેરા દિલ યે પુકારે પર ડાન્સ કર્યો હતો જે રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

આયેશાનો ડાન્સ વીડિયો વાયરલ થતાં તેના ફોલોઅર્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે અત્યાર સુધી તેના ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે તેના ફોલોઅર્સ અને વીડિયો જોવાની સંખ્યા સતત વધી રહી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*