
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેની માતાની જેમ ખૂબ જ સુંદર છે પલક તિવારી ઘણીવાર તેના સ્ટાઇલિશ અને બોલ્ડ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે ઘણા સમયથી પલક તિવારી પોતાની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પલક તિવારી સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી છે. આ દરમિયાન પલક તિવારીનો બોલ્ડ અવતાર વાયરલ થઈ રહ્યો છે પલક તિવારીનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં પલક તિવારી વાઈન કોર્સેટ ટોપ અને બ્રાઉન લેધર પેન્ટ પહેરેલી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીના આ લુકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રી ડીપ નેકલાઇનમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
પલક તિવારી થોડા સમય પહેલા સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ ખાન સાથે જોવા મળી હતી. પાપારાઝીને જોયા બાદ બંનેએ પોતાનો ચહેરો છુપાવી દીધો હતો. ત્યારથી તેમના સંબંધોના સમાચારો આવવા લાગ્યા હતા બંનેએ પોતાના સંબંધો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
પલક તિવારીના કરિયરની વાત કરીએ તો પલક તિવારી થોડા સમય પહેલા ગીત બિજલીમાં જોવા મળી હતી. તેમનું ગીત સુપર હિટ રહ્યું હતું. આ ગીત હિટ થયા બાદ તેને બિજલી ગર્લ કહેવા લાગી. પલક તિવારી જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે.
Leave a Reply