અમદાવાદથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટમાં બો!મ્બના સમાચાર મળતાં એરપોર્ટ પર હોબાળો, પોલીસ એક્શનમાં…

Panic at the airport after receiving the news of the bomb in the flight

હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી ગજબ ખબર સામે ખબર સામે આવી છે કે ફ્લાઈટમાં બમ હોવાના સમાચાર બાદ પોલીસ એક્શનમાં આવી હતી ફ્લાઈટ અમદાવાદથી દિલ્હી જઈ રહી હતી.

ફ્લાઈટમાં બોમ્બ વિશે ખોટી માહિતી આપનાર વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી સમગ્ર મામલા પર નજર કરીએ તો અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી કે ફ્લાઈટમાં બો!મ્બ હોવાની માહિતી મળી છે તાત્કાલિક પોલીસની ટીમ એટીસી ટાવર પર મોકલો જો કે તપાસ દરમિયાન ફ્લાઈટમાંથી કોઈ બો!મ્બ મળ્યો ન હતો.

આ ઘટનામાં બન્યું એવું કે એક મુસાફર ફ્લાઈટ ચૂકી ગયો આ પછી એરપોર્ટ અધિકારીઓએ તે વ્યક્તિની ટિકિટના રેકોર્ડમાં આપેલા મોબાઈલ નંબર પર ફોન કર્યો એરપોર્ટ સ્ટાફે કોલરને યાદ કરાવ્યું કે તેની ફ્લાઈટ ટેક ઓફ કરવા માટે તૈયાર છે.

આના પર ફોન ઉપાડનાર વ્યક્તિએ કહ્યું હું કેમ આવું મારે મરવું નથી તમારી ફ્લાઇટમાં બોમ્બ છે જ્યારે એરપોર્ટ સ્ટાફે કોલ કરનારને તેનું નામ પૂછ્યું તો તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો આ પછી એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો ફ્લાઈટ રોકી દેવામાં આવી અને પોલીસને જાણ કરવામાં આવી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*