
હાલમાં શરૂ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે તો તમે જાણતા જ હશો ૧૭ મે થી ૨૮ મે સુધી ચાલનારા આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમા આ વખતે ભારતીય સિનેમાની એક બે નહીં પરતું ત્રણ ફિલ્મોની સ્ક્રીનીંગ કરવામાં આવવાની છે જેમાં આલ્ફા બીટા ગામા નામની હિન્દી ફિલ્મનો પણ સમાવેશ થાય છે.
વાત કરીએ આ વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમા જોવા મળનાર કલાકારો વિશે તો આ વર્ષે હેલી શાહ તમન્ના ભાટિયા ઉર્વશી રાઉટેલા અને દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓ રેડ કાર્પેટ પર જોવા મળવાની છે.
જો કે દીપિકા પાદુકોણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જુરી તરીકે જોવા મળી છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆતથી જ દીપિકા પોતાની સ્ટાઈલ અને સુંદરતા ને કારણે ચર્ચામાં જોવા મળી રહી છે.
જો કે આ વર્ષે એક તરફ તેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જૂરી તરીકેનું સન્માન મળ્યું છે તો બીજી તરફ દીપિકાના હાથમાં થી હોલીવુડ ફિલ્મ છીનવાઈ ગઈ છે હાલમાં જ સામે આવેલી ખબર અનુસાર થોડા સમય પહેલાં જ દીપિકા પાદુકોણ ને હોલીવુડની ફિલ્મ ઇન્ટર્ન ની રીમેકમા એક ઇન્ટ્રોપ્રીનીયોર ના રોલ માટે સાઈન કરવામાં આવી હતી.
પરંતુ હવે ડાયરેકટર દીપિકાની જગ્યા પર આ રોલમાં પરિણીતી ચોપડા ને સાઈન કરવા ઈચ્છે છે જેને કારણે દીપિકાને ફિલ્મથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે આ ફિલ્મમાં પહેલાં રિશી કપૂર અને દીપિકા એક સાથે જોવા મળવાના હતા પરંતુ રિશી કપૂરના નિધન બાદ તેમની જગ્યા પર અમિતાભ બચ્ચને રોલ આપવમાં આવ્યો હતો.
આ જોતા કહી શકાય કે લગ્ન બાદ ન માત્ર રણવીર સિંહ પરંતુ દીપિકા પાદુકોણ નું કરિયર પણ ઠપ થઈ રહ્યું છે જે ફિલ્મો તેની પાસે છે તે રિલીઝ નથી થઈ રહી તો બાકીની ફિલ્મોમાં તેને દૂર કરવામાં આવી રહી છે.
Leave a Reply