
નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 સીટર પ્લેન ક્રેશ થયું છે અહીં એક ભયાનક અકસ્માત થયો છે. અકસ્માત બાદ વિમાન સળગવા લાગ્યું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા.
માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોના અવસાન થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે.
લેન્ડિંગ પહેલા પહાડી સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. એરપોર્ટ હાલ બંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેનમાં 5 ભારતીય મુસાફરો પણ સામેલ હતા.
કાઠમંડુ પોસ્ટ અનુસાર, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે વિમાનમાં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા. આ ઘટના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ઓલ્ડ એરપોર્ટ વચ્ચે બની હતી યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શને પ્લેન ક્રેશની માહિતીની પુષ્ટિ કરી છે.
Leave a Reply