બમ્પર કમાણી: પઠાણે બીજા દિવસે કર્યું એટલું બધુ કલેક્શને કે કોઈ ફિલ્મ આજસુધી કરી શકી નથી, જાણો…

Pathaan 2nd Day Collection

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ રહી છે પઠાણ રીલીઝન બે દિવસ વીતી ગયા છે બીજા દિવસે પણ ફિલ્મે રેકોર્ડ કમાણી કરી છે કિંગ ખાનને 4 વર્ષ પછી મોટા પડદા પર જોઈને ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

તો ચાહકો એ પણ જાણવા માંગશે કે ફિલ્મના બીજા દિવસનું કલેક્શન કેટલું રહ્યું અમે તમને ભારત અને વિશ્વભરમાં બીજા દિવસે કેટલા કરોડની કમાણી કરી છે તેની સંપૂર્ણ વિગતો જણાવવા જઈ રહ્યા છીએ..

ફિલ્મ પઠાણની પહેલા દિવસની કમાણી 55 કરોડની આસપાસ પહોંચી ગઈ હતી જે પોતાનામાં એક રેકોર્ડ છે. વર્લ્ડ લેવલની વાત કરીએ તો આ ફિલ્મે સદી ફટકારીને 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. હવે ચાહકોએ તેના બીજા દિવસના કલેક્શન માટે રાહ જોવી પડશે.

તો તમને જણાવી દઈએ કે પઠાણની બીજા દિવસની કમાણી 70 કરોડની આસપાસ જણાવવામાં આવી રહી છે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ટ્રેકર્સનું કહેવું છે કે ફિલ્મે બીજા દિવસે લગભગ 70 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા ટ્રેકર રમેશ બાલાએ પુષ્ટિ કરી છે કે પઠાણનું બીજા દિવસનું કલેક્શન 70 કરોડ સુધી પહોંચી ગયું છે.

પઠાણે અત્યાર સુધી કમાણીના મામલે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. પ્રથમ દિવસે, ફિલ્મે સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોમાં 7મું સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે ભારતમાં આટલા મોટા પ્રથમ દિવસના કલેક્શન સાથે ફિલ્મોમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*