પઠાણ એ પહેલા અઠવાડિયામાં કરી બમ્પર કમાણી, પાંચમા દિવસે કર્યું આટલું કલેક્શન…

Pathan did bumper earnings in the first week

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ પઠાણ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મે રિલીઝના 5 દિવસ પૂરા કરી લીધા છે જે બાદ ફિલ્મની કમાણીના આંકડા સામે આવ્યા છે.

ફિલ્મે ચોથા દિવસની સરખામણીએ 5માં દિવસે સારું કલેક્શન કર્યું છે આ ફિલ્મે આજે એક નવો રેકોર્ડ બનાવ્યો છે તો ચાલો જાણીએ કે શાહરૂખ ખાનની ફિલ્મે પહેલા 5 દિવસમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે.

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે રિલીઝના 5 દિવસ પૂરા કર્યા છે. આ સાથે ફિલ્મનું પહેલું વીકેન્ડ પણ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મે પહેલા વીકએન્ડ પર બોક્સ ઓફિસ પર ઘણા એવા રેકોર્ડ બનાવ્યા, જેને તોડવો ખૂબ મુશ્કેલ છે.

આ દરમિયાન હવે ફિલ્મની કમાણીના નવા આંકડા સામે આવ્યા છે. તે મુજબ, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રથમ સપ્તાહના અંતે દીપિકા પાદુકોણની ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે 5માં દિવસે 58.50 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 271 કરોડ રૂપિયા થઈ ગયું છે.

ફિલ્મની કમાણીના આ આંકડાઓ જોયા બાદ મેકર્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.જ્હોન અબ્રાહમ અને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ભારત ઉપરાંત વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 542 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

જેની સાથે આ ફિલ્મ સૌથી ઝડપી 500 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે શાહરૂખ ખાનની ફિલ્મની કમાણી વિશે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*