
હાલમાં શાહરુખની પઠાણ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પઠાણ ફિલ્મ 12માં દિવસે પણ ધૂમ મચાવી રહી છે કહેવામા આવે છે કે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ પઠાણ તેના બીજા વિકેન્ડમાં રવિવારે ફરી એકવાર બ્લોકબસ્ટર સાબિત થઈ છે.
આ સાથે ‘પઠાણ’ 12 દિવસમાં હિન્દી વર્ઝનમાં 400 કરોડના ક્લબનો ભાગ બની ગઈ છે તેની રિલીઝના 12માં દિવસે, ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર હિન્દી વર્ઝનમાં 27.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે જ્યારે તમિલ અને તેલુગુ મળીને આ ફિલ્મે 28.50 કરોડનું કલેક્શન કર્યું છે.
12 દિવસમાં હિન્દીમાં ફિલ્મનું કુલ કલેક્શન હવે 411.26 કરોડ રૂપિયા છે તેના બીજા સપ્તાહમા સિદ્ધાર્થ આનંદની ફિલ્મે 62.75 કરોડ રૂપિયાનું બમ્પર કલેક્શન કર્યું છે પઠાણ મૂળરૂપે શરાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ફ્રેન્ચાઇઝી હેઠળ બનેલી છે.
હિન્દીમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે હવે 411 કરોડના કલેક્શન સાથે તેણે ભારતમાં હિન્દી વર્ઝનમાં KGF ચેપ્ટર 2 અને બાહુબલી 2 ને પણ સ્પર્ધા આપી છે યશની KGF 2 એ હિન્દી સંસ્કરણથી દેશમાં 427.49 કરોડ રૂપિયાનું જીવનભરનું કલેક્શન કર્યું.
Leave a Reply