
બોલિવૂડના જાણીતા શાહરૂખ ખાન ફરી એકવાર ફિલ્મ ‘પઠાણ’થી બોલિવૂડમાં જોરદાર કમબેક કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ જોવા મળશે. શાહરૂખ ખાનની આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થઈ ગઈ છે.
જો તમે પણ આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે પઠાણનો રિવ્યૂ લઈને આવ્યા છીએ શાહરૂખ ખાનની સ્પાય થ્રિલર ફિલ્મ પઠાણ રિલીઝ પહેલા જ ચર્ચામાં હતી. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. પરંતુ તેમ છતાં ફિલ્મે એડવાન્સ બુકિંગમાં સારી કમાણી કરી હતી. તો ચાલો તમને જણાવીએ કે ફિલ્મની વાર્તા કેવી છે.
આ ફિલ્મની વાર્તામાં તમને દેશભક્તિ જોવા મળશે. શાહરૂખ ખાન એક સૈનિકના રોલમાં જોવા મળી રહ્યો છે. જેનું એન્કાઉન્ટર એક આતંકવાદી સાથે છે, જેના પાત્રમાં જોન અબ્રાહમ જોવા મળે છે.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન પોતાના દેશને જીવલેણ વાયરસથી બચાવતો જોવા મળી રહ્યો છે. દીપિકા પાદુકોણ આ મિશનમાં શાહરૂખ ખાનને સપોર્ટ કરતી જોવા મળી હતી દીપિકાનું પાત્ર એકદમ રહસ્યમય છે. આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયોમાં જોવા મળ્યો હતો સલમાન ખાન આ ફિલ્મમાં એક-બે મિનિટ માટે નહીં પરંતુ પૂરી 20 મિનિટ માટે દેખાશે.
શાહરૂખ ખાન મુશ્કેલીમાં હોય ત્યારે સલમાન ખાનની એન્ટ્રી થાય છે.આ ફિલ્મની સ્ટોરી લાઈન તેની સૌથી મોટી નબળાઈ છે જેના કારણે આ ફિલ્મ કેટલીક જગ્યાએ નબળી સાબિત થાય છે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કેટલાક દ્રશ્યો જ્યાં વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે વધુ સારા બની શક્યા હોત.
Leave a Reply