
દોસ્તો હાલમાં વડાપ્રધાન મોદી સાહેબ કર્ણાટકમા એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટરની ઉદ્ઘાટન કરવા પહોંચ્યા છે આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને HAL ચીફ હાજર રહ્યા હતા.
આ ફેક્ટરીમાંથી 20 વર્ષમાં ત્રણથી ચાર ટનના એક હજારથી વધુ હેલિકોપ્ટર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર અને ભારતીય મલ્ટીરોલ હેલિકોપ્ટર આગામી સમયમાં અહીં બનાવવામાં આવશે.
આ ફેક્ટરીનો શિલાન્યાસ વડાપ્રધાને 2016માં કર્યો હતો તે એક સમર્પિત ગ્રીનફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી છે જે હેલિકોપ્ટર ઉત્પાદન ક્ષમતા અને તેના અનુકૂલનશીલ મિકેનિઝમ્સને પ્રોત્સાહન આપશે.
આ હેલિકોપ્ટર ફેક્ટરી એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ઉત્પાદન સુવિધા છે અને શરૂઆતમાં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે શરૂઆતમાં ફેક્ટરી દર વર્ષે લગભગ 30 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે અને તબક્કાવાર રીતે વધારીને 60 અને પછી 90 સુધી વધારી શકાય છે.
Leave a Reply