
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કાલે એટલે કે 27 ડિસેમ્બરે અકસ્માત થયો હતો આ અકસ્માત કર્ણાટકમાં બપોરે થયો હતો કારમાં પ્રહલાદ મોદી સહિત તેમના પરિવારના પુત્ર મેહુલ મોદી પુત્રવધૂ જીનલ મોદી અને પૌત્ર મહાર્થ મોદી સહિત 5 લોકો સવાર હતા એટલે કે ગાડીમાં હાજર દરેક જણ ઘાયલ છે.
અકસ્માતમાં કારની ડ્રાઈવર સાઇડને વ્યાપક નુકસાન થયું હતું તમને જણાવી દઈએ કે તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈની હાલત ગંભીર નથી. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાટકના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે આ અકસ્માત ત્યારે થયો હતો.
જ્યારે પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અચાનક રસ્તા પર આવી ગયેલા વ્યક્તિને બચાવવા માટે સ્ટિયરિંગ ફેરવી દીધું હતું. જેના કારણે કાર પૂરપાટ ઝડપે રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી અકસ્માત દરમિયાન પ્રહલાદ મોદી કારમાં પરિવાર સાથે મૈસુરથી બાંદીપુર જઈ રહ્યા હતા. ડ્રાઈવર સત્યનારાયણ તે કાર ચલાવી રહ્યો હતો તે દરમિયાન અચાનક આ અકસ્માત સર્જાયો હતો.
તમામ ઘાયલોને નજીકની જેએસએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. મધુએ મીડિયાને જણાવ્યું કે તમામ લોકો સંપૂર્ણપણે ખતરાની બહાર છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી.
Leave a Reply