
વર્ષ 2020મા અચાનક જ એક બાદ એક ટીવી અને બોલીવુડ કલાકારોની આત્મહત્યાના સામે આવેલા કિસ્સા તો તમને યાદ હશે જ હાલમાં પણ આવી જ પરિસ્થિતિ ફરી એકવાર સર્જાતી જોવા મળી રહી છે થોડા દિવસ પહેલાં જ મલયાલમ અભિનેત્રી સહાનાં નું રહસ્યમય રીતે મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
જેને તમામ લોકોને વિચારમાં મૂકી દીધા હતા. જો કે સહાનાંના કેસમાં તેની માતા દ્વારા સહાનાંના પતિ પર આરોપ લગાવવામાં આવ્યો છે પરંતુ હજુ આ કેસમાં તો તપાસ ચાલી જ રહી છે એવામાં વધુ એક અભિનેત્રીના નિધન ની ખબર સામે આવી રહી છે.આ અભિનેત્રી બીજી કોઈ નહિ પરંતું પલ્લવી ડે છે.
બંગાળી ટીવી અભિનેત્રી પલ્લવી ડેના ઘરમાંથી જ તેની લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે આજ સવારે પલ્લવી ડે તેના ઘરમાં પંખાથી લટકતી જોવા મળી હતી જો કે ઘટના અંગે જાણ થતા જ પલ્લવીને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ડોકટરે તેને મૃત જણાવી હતી.હાલમાં પલ્લવી ની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે
Leave a Reply