
બિગ બોસ સીઝન 7 ની વિજેતા અને ટીવી અભિનેત્રી ગૌહર ખાને 20 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને તેણીની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી, ત્યારબાદ અભિનેત્રી ટોક ઓફ ધ ટાઉન બની હતી.
તે માતા બનવાની જાહેરાત કરતી વખતે અભિનેત્રીએ કહ્યું હતું કે હવે તે ટૂંક સમયમાં બેથી ત્રણ થવાની છે હવે અભિનેત્રીએ તાજેતરની તસવીરોમાં પોતાનો બેબી બમ્પ બતાવ્યો છે.અભિનેત્રીએ તેની બે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
જેમાં તે ઓફ શોલ્ડર ડ્રેસ પહેરીને બગીચામાં જોવા મળી રહી છે. આ ફોટામાં અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે, બેબી બમ્પ પર હાથ રાખીને અભિનેત્રી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તેના ચહેરા પર સુંદર સ્મિત દેખાય છે. હવે અભિનેત્રી આ તસવીરોથી સોશિયલ મીડિયાની લાઇમલાઇટમાં આવી છે.
ચાહકોને તેની બેબી બમ્પ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે અને તેને સુંદર કહી રહ્યા છે. યૂઝર્સ હાર્ટ ઇમોજી દ્વારા તેની આ તસવીરો પર પ્રેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.ગૌહર ખાનના પતિ ઝૈદ દરબારે પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી છે ઝૈદે ટિપ્પણી કરી સુંદર આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે ગૌહર ખાન અને ઝૈદ દરબારની લવ સ્ટોરી એક કરિયાણાની દુકાનથી શરૂ થઈ હતી જ્યાં ઝૈદને પહેલી નજરમાં જ ગૌહર સાથે પ્રેમ થઈ ગયો હતો અને પછી તેણે ગૌહરને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો.
Leave a Reply