
બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા નું નામ આજે કોઈથી અજાણ્યું નથી આ એક એવી અભિનેત્રી છે જે પોતાના અભિનયને કારણે ન માત્ર બોલીવુડ પરંતુ હોલીવુડમાં પણ ચર્ચામાં રહી છે જો કે પાછલા કેટલાક સમયથી બોલીવુડ ફિલ્મોથી દૂર આ અભિનેત્રી હાલમાં તેના એક ફોટાને કારણે ચર્ચામાં આવી છે.
હાલમાં જ પ્રિયંકા ચોપડા એ સોશીયલ મીડીયા પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેના હોઠ અને ચહેરા પર કેટલાક નિશાન જોવા મળી રહ્યા છે આ ફોટાને શેર કરતા પ્રિયંકાએ લખ્યું શું તમારો દિવસ પણ કામ પર અઘરો હતો?જો કે આ ફોટામાં પ્રિયંકા ના ચહેરાને જોતા તેના ચાહકોને ચિંતા થઈ હતી.
જે બાદ પ્રિયંકાના આ ફોટા પર એક બાદ એક કૉમેન્ટ નો ઢગલો થયો હતો. કોઈએ પૂછ્યું આ નિશાન શેના છે તો કોઈએ કહ્યું આ મેક અપ છે કે ખરેખર ઇજા થઈ છે જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા હાલમાં તેની આવનારી વેબ સિરીઝ સિટાડેલની શુટિંગ કરી રહી છે.જે એક સાયન્સ ફિક્શન છે આ સિરીઝ એમેઝોન પ્રાઈમ વિડિયો માટે બનાવવમાં આવી રહી છે.
Leave a Reply