
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની રિલીઝ પહેલા તે વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે. આ પહેલા શાહરૂખ ખાનની આ ફિલ્મના નામને લઈને ઘણો વિવાદ થયો હતો ત્યારબાદ ફિલ્મ બેશરમ રંગ ગીતના કારણે વિવાદમાં આવી હતી.
આ ગીત રિલીઝ થયા બાદ શાહરૂખ ખાનની ફિલ્મનો ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. પરંતુ થોડા સમય પછી આ ફિલ્મના આ ગીતને લઈને વિવાદ શમી ગયો. આ પછી દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ ‘પઠાણ’ની OTT રિલીઝ પહેલા કેટલાક ફેરફાર કરવા કહ્યું હતું.
આ બધા પછી બંગાળમાં આ ફિલ્મને લઈને વિવાદ થયો છે. તો ચાલો જાણીએ શું છે તેનું કારણ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ આવતીકાલે એટલે કે 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મ રિલીઝ પહેલા ફરી એકવાર વિવાદોમાં ફસાઈ ગઈ છે. ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ બંગાળના સિનેમાઘરોમાં પઠાણ મોટા પાયે રિલીઝ થઈ રહી છે, જેના કારણે બંગાળી ફિલ્મોને નુકસાન થશે. બંગાળી ફિલ્મોના નિર્માતાઓએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
બંગાળી ફિલ્મ મેકર્સનું કહેવું છે કે અમારી જે ફિલ્મો સારી કમાણી કરી રહી છે તેને છાવરવામાં આવી રહી છે આ વિતરણ મોડલ યોગ્ય નથી. એટલું જ નહીં, ફિલ્મ મેકર કૌશિક ગાંગુલીએ કહ્યું કે જો જરૂર પડશે તો સરકારે પણ હસ્તક્ષેપ કરવો પડશે અને અમને ઓછામાં ઓછા 50% શો આપવામાં આવે.
Leave a Reply