
હાલમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને શરૂ થયેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ માથી શિવલિંગ મળી આવવાનો દાવો કરવામાં આવ્યો છે હાલમાં આ મામલે મુસ્લિમ પક્ષ સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
કે જિલ્લા કોર્ટ આ મામલે ચુકાદો આપે જે બાદ બે દિવસમાં કોર્ટ કમિશનર વિશાલસિંહ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવશે જો કે હાલમાં એક તરફ આ મામલે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપ પર નિશાન સાધતા ભાજપ જરૂરી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા આ મુદ્દો ઉઠાવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.
તો બીજી ગુજરાતના જાણીતા કથાકાર સંત શ્રી પૂજ્ય મોરારી બાપુએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. મોરારી બાપુએ આ મામલે નિવેદન આપતાં કહ્યું કે સત્ય હંમેશા સત્ય જ રહેશે, તે બદલાશે નહીં.સમગ્ર મામલે ૨ દિવસમાં સત્ય બહાર આવશે તેમને કહ્યું કે ઈતિહાસમાં જે કંઈપણ થયું એનાથી તમામ વાકેફ છે.
જે થયું છે એ ઇતિહાસ કોઈ બદલી ન શકે સમગ્ર મામલે હું પણ અભ્યાસ કરી રહ્યો છુ જ્યાં જ્યાં પણ આવું થયું ત્યાંથી સત્ય બહાર આવશે સમગ્ર મામલો કોર્ટમાં છે અને સત્ય બહાર આવશે જણાવી દઈએ કે આ કેસમાં નિર્ણય લેતા પહેલા જ કોર્ટે કમિશનર અજય મિશ્રાને કેસ અંગેની માહિતી મીડિયામાં આપતા હોવાના આરોપ હેઠળતેમના પદ પરથી હટાવ્યા છે.
Leave a Reply