
દોસ્તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઈને ખબર સામે આવી છે કે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને એક મોટા રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અશ્વિન ભારત માટે સૌથી ઝડપી 450 ટેસ્ટ વિકેટ લેનારો બોલર બની ગયો છે.
એલેક્સ કેરી અશ્વિનનો 450મો ટેસ્ટ શિકાર બન્યો હતો અશ્વિન હવે સૌથી ઝડપી ટેસ્ટ વિકેટ લેવાના મામલે ભારતના અનિલ કુંબલે, ગ્લેન મેકગ્રા, શેન વોર્ન અને નાથન લિયોનને પાછળ છોડી ગયો છે.
રવિ અશ્વિને તેની 89મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આટલું જ નહીં અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે 18 મેચમાં 91 વિકેટ પણ લીધી છે. આવી સ્થિતિમાં કાંગારૂ ટીમ સામે વિકેટની સદી પૂરી કરવા માટે તેણે માત્ર 7 બેટ્સમેનોને આઉટ કરવા પડશે.
ભારતીય ઇનિંગ્સમાં અશ્વિને 15.5 ઓવર નાખી અને ત્રણ વિકેટ લીધી અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 450 વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે.
Leave a Reply