
એ તો તમે જાણતા જ હશો કે હાલમાં બોલીવુડમાં ફિલ્મ અને ગીતોના રિમેક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કોઈપણ જૂની ફિલ્મની સ્ક્રિપ્ટ લઈ તેમાં જૂના ગીતો ઉમેરી એક નવી ફિલ્મ તૈયાર કરવામાં બોલીવુડ ફિલ્મ નિર્માતાઓએ એક માસ્ટરી કરી લીધી છે જો કે હાલમાં બોલીવુડની આ જ આદત ને કારણે તેની સ્થતિ કથળી ગઈ છે.
એવામાં કઈક નવું કન્ટેન્ટ આપી દર્શકોને પોતાની તરફ પાછા લાવવાને બદલે બોલીવુડ ફિલ્મ નિર્માતાઓએ વધુ એક ફિલ્મની રિમેક બનાવવા અંગે જાહેરાત કરી છે ખાસ વાત તો એ છે કે આ ફિલ્મ જેવી તેવી ફિલ્મ નહિ પરંતુ આઇકોનિક અભિનેતા રાજેશ ખન્નાની આઇકોનિક ફિલ્મ છે.
રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદ જેના ડાયલોગ અને વાર્તા આજે પણ લોકોને યાદ છે તે ફિલ્મની રિમેક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જણાવી દઈએ કે આનંદ ફિલ્મને એન સી સિપ્પી એ બનાવી હતી અને હાલમાં આ જ ફિલ્મની રિમેક બનાવવાની જાહેરાત તેમના પૌત્ર સમીર રાજ સિપ્પીએ કરી છે.
જો કે હાલમાં તો ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ જો આ ફિલ્મની રિમેક બને છે તો ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના નું પાત્ર હાલના કયા અભિનેતાઓને આપવામાં આવશે તે જોવું રહ્યું આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply