
દોસ્તો હાલમાં એક ખબર સામે આવી છે કે બિગબોસ ફેમ રખી સાવંત બેહોશ થઈ ગઈ છે સવારે સમાચાર આવ્યા કે રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો અને સાંજ સુધીમાં રાખીની તબિયત એટલી બગડી ગઈ કે તે પોલીસ સ્ટેશનની બહાર બેહોશ થઈ ગઈ.
મોટી મુશ્કેલીથી ત્યાં હાજર લોકોએ તેને સંભાણી ઊંચકીને પાણી આપ્યું રાખીએ તેની વિરૂદ્ધ અનેક કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે જેના પછી પોલીસ એક્શન મોડમાં આવી અને જેવી આદિલ રાખીને મળવા તેના ઘરે પહોંચ્યો, તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો.
પતિ આદિલની ધરપકડ બાદથી રાખી સાવંત પરિવાર સાથે પોલીસ સ્ટેશનમાં છે. આદિલની અંદર પૂછપરછ કરવામાં આવી રહી છે, જેના પર રાખીએ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.
તેણે આદિલ પર તેનો ઉપયોગ કરવાનો, તેની પાસેથી સત્ય છુપાવવાનો તેના પૈસા પડાવી લેવાનો તેની પર ખૂબ મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારબાદ તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે છેલ્લા એક મહિનાથી રાખી અને આદિલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે રાખીએ આદિલ પર લગ્નની બહાર અફેર હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
Leave a Reply