
બિગ બોસ ફેમ અભિનેત્રી રાખી સાવંતની માતા જયાનું શનિવારે રાત્રે નિધન થયું હતું રાખીની માતા લાંબા સમયથી બીમાર હતી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી બ્રેઈન ટ્યુમર અને કે!ન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડતા રાખીની માતા જીવનની લડાઈ હારી ગઈ અને આ દુનિયાને કાયમ માટે છોડી ગઈ.
પોતાની માતાને હોસ્પિટલમાંથી લઈ જતી વખતે રાખી સાવંતે બોલિવૂડ એક્ટર સલમાન ખાનને પણ યાદ કર્યો હતો માતાના અવસાનથી રાખી ભાંગી પડી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે રાખી તેની માતાને હોસ્પિટલમાંથી લઈ જતી વખતે રડી રહી છે આ દરમિયાન તેણે સલમાન ખાનને પણ યાદ કર્યો અને કહ્યું સલમાન ભાઈ મા માર ગઈ આ રીતે તે વારંવાર સલમાનભાઈનું નામ લઈ રહી હતી.
રાખી સાવંતની માતા છેલ્લા 3 વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તેની સારવાર પણ લાંબા સમયથી ચાલી રહી હતી. જો કે સમયની સાથે તેમની બીમારી વધુ વકરી રહી હતી. કેન્સર કિડની અને ફેફસામાં ફેલાઈ ગયું હતું. તેની માતાને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર હતું.
જેના કારણે તેની હાલત વધુ નાજુક બની ગઈ હતી રાખીએ કહ્યું કે જાન્યુઆરીમાં તેની માતાને પણ બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું ત્યારબાદ તે કોઈને ઓળખી પણ શકી ન હતી જણાવી દઈએ કે સલમાન ખાનથી લઈને મુકેશ અંબાણીએ રાખી સાવંતની માતાની સારવારમાં મદદ કરી હતી.
Leave a Reply