
રાખી સાવંત બિગ બોસ મરાઠીના કારણે ઘણી લાઈમલાઈટ થઈ રહી હતી. પરંતુ હાલમાં જ રાખીને એવા સમાચાર મળ્યા કે તેની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. રાખી સાવંતે હોસ્પિટલનો એક વીડિયો શેર કર્યો અને તેની માતાની ગંભીર સ્થિતિ વિશે જણાવ્યું.
તમને જણાવી દઈએ કે રાખીની માતા જયા ભેદા કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે પરંતુ કે!ન્સરની સાથે હવે તેમને બ્રેઈન ટ્યૂમર પણ થઈ ગયું છે, જેના કારણે તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં રાખી રડતા રડતા પોતાની માતાની બીમારી વિશે જણાવી રહી છે વીડિયોમાં રાખી સાવંત જણાવે છે કે તેને રવિવારની રાત્રે બિગ બોસ મરાઠીના ઘરમાંથી બહાર આવતા જ તેની માતાની હાલત વિશે જાણ થઈ.
અભિનેત્રીએ જણાવ્યું કે કેન્સર અને બ્રેઈન ટ્યુમરને કારણે તેની માતાની હાલત સારી નથી. તમને જણાવી દઈએ કે રાખીની માતાના શરીરની ડાબી બાજુ લકવાગ્રસ્ત થઈ ગઈ છે. હોસ્પિટલમાં સ્કેન અને એમઆરઆઈ કર્યા બાદ રાખીની માતાની બીમારીની ખબર પડી હતી.
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રાખીની માતાના ફેફસા સુધી કેન્સર ફેલાઈ ગયું છે રાખીની માતાને રેડિયેશન થેરાપી સિવાય કોઈ સારવાર આપી શકાતી નથી. કેટલાક રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે તેમને કેવી રીતે થેરાપી આપવામાં આવશે. રાખીએ તેના ચાહકોને તેની માતા માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી છે કારણ કે અભિનેત્રીને લાગે છે કે પ્રાર્થના તેની માતાને સાજા કરી શકે છે.
Leave a Reply