
રાખી સાવંતે આદિલ ખાન સાથેના તેના લગ્નનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં રાખી અને આદિલ એકબીજાને માળા પહેરાવતા જોવા મળે છે. બંનેની આસપાસ તેમના પરિવારના સભ્યો પણ જોવા મળે છે.
શરારા સેટમાં રાખી સાવંત સુંદર લાગી રહી છે, તો આદિલ ખાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે વીડિયોથી સ્પષ્ટ છે કે રાખી સાવંતે ખરેખર આદિલ ખાન સાથે લગ્ન કર્યા છે.
એક તરફ, રાખી સાવંત દાવો કરી રહી છે કે તેણે મે 2022 માં આદિલ સાથે લગ્ન કર્યા હતા અને તેના કહેવા પર તેને ગુપ્ત રાખ્યું હતું બીજી તરફના અહેવાલ મુજબ આદિલે આ લગ્નનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે સોશિયલ મીડિયા પર સામે આવેલા રાખી અને આદિલના મેરેજ સર્ટિફિકેટ પરથી એવું માનવામાં આવે છે કે રાખીએ પણ પોતાનો ધર્મ બદલીને પોતાનું નામ ફાતિમા રાખ્યું છે.
અત્યારે તો રાખીના જ લગ્નના સમાચાર આવી રહ્યા છે આદિલે અત્યાર સુધી આ અંગે મૌન જાળવી રાખ્યું છે અને સોશિયલ મીડિયા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
Leave a Reply